● કૃષ્ણગાન-૫ ● ઇલિયાસ શેખ
રે કાગળિયો ઉડે–ઉડે ’ને પહોંચે ગોકુળગામ.
જમનાના તીર પછી કદમ્બની ડાળ,
અને કાનો-ગોપાલ એવું નામ.
ગોપીઓની આંખ જેવો, અમ્માસી રાત જેવો,
કોયલની પાંખ જેવો વાન.
પનઘટની વાટડીએ, માખણની માટલીએ,
રાધાની કાંખ જેનું સ્થાન.
રેશમના દોર પછી, સીસમની થાંભલીએ,
માખણનો ચોર એવું નામ.
રે કાગળિયો ઉડે–ઉડે ’ને પહોંચે ગોકુળગામ.
આખાયે ગામમાં કાનો જો હોય નહીં,
આખુંય ગામ સુમસાન.
રાધાની આંખ વહે આંસુની ધાર,
એના ડુસકાંમાં પડઘાતું શ્યામ.
જમનાની કોતરોમાં, ગોપીઓનાં ચીર પછી,
નટખટ વ્હાલુડો એવું નામ.
રે કાગળિયો ઉડે–ઉડે ’ને પહોંચે ગોકુળગામ.
●●●
|
Wednesday, September 16, 2015
Krushna Gaan 5
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment