Wednesday, September 16, 2015

Krushna Gaan 4કૃષ્ણગાન-૪ ઇલિયાસ શેખ


ઊંચી નીચી ઊભી આડી,
નાવ થાય ભલે, ઊંચી નીચી ઊભી આડી.
હરિ તારે છે હેતમાં ડુબાડી,
નાવ થાય ભલે, ઊંચી નીચી ઊભી આડી.

મારાં માંહ્યલામાં ઉમટે આ કેવા તોફાન?
મહી ફરકે છે રહી-રહી મોરપીંછના ઓધાન.
હવે કેમ કરી પનઘટ હું જાઉં?
કે હું તો ઢીલી પહેરું છું હવે સાડી !

નાવ થાય ભલે, ઊંચી નીચી ઊભી આડી.
હરિ તારે છે હેતમાં ડુબાડી.

બંસીનાં સૂર સુણી ઇલિયાજી અધરાતે,
ઝગમગતાં શ્યામરંગી આંસુની ધાર થયો.
ઝળહળતાં મોતી-શી રમણ-રેતીમાં પોઢી,
એ તો બાંકે-બિહારીનો હાર થયો.

બાંકે-બિહારીના કંઠે જે હોય એને,
લાગવાની સાવ નીચી તાડી !

નાવ થાય ભલે, ઊંચી નીચી ઊભી આડી.
હરિ તારે છે હેતમાં ડુબાડી. 

●●●

No comments:

Post a Comment