● કૃષ્ણગાન-૩ ● ઇલિયાસ શેખ |
ઠાકોરજી મારાં ધણી,
બીજા બધા તો કંકર કસ્તર,
છો ખુદને માને મણિ.
અજીઠી થાળીને સાડીનાં છેડાથી, લૂછીને ચોખ્ખી હું થાઉં,
બીડાં જમાવીને, ઝુલણ ઝુલાવીને, મીરાં અનોખી હું થાઉં.
ઠાકોરી સેવામાં રત હું તો બાવરી,
ઝાંઝર વિના ય રણઝણી.
ઠાકોરજી મારાં ધણી.
એવું કહે છે, ત્યાં જમનાને તીરે, આ ગોકુળથી આવતાં સમીરાં,
ઇલિયાજી બાંકે બિહારીમાં રત, હવે ઇલિયાજી રાધા ‘ને મીરાં.
મોર પીંછનાં ઓથે મેં તો પ્રેમ ચદરીયા વણી.
મેં તો પ્રેમ પલાખાં ભણી.
ઠકોરજી મારાં ધણી.
|
No comments:
Post a Comment