● કૃષ્ણગાન-2 ● ઇલિયાસ શેખ
મારી આંખેથી ટપક્યાં રે ટપ્પ દઇ,
હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ.
મારાં ખરબચ જીવતરનાં ભાયગ ખુલ્યાં,
હરી, એકેક રેખાએ એવું ઝૂલ્યાં.
કે મારી ભાંગેલી કેડ બળકટ થઇ,
હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ.
કહે ઇલિયાજી સા-બદા હોંશમાં,
હરિ, હાજર છે એકેક કોષમાં.
ભવસાગરનાં સમરથ કેવટ થઇ.
હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ.
●●●
|
No comments:
Post a Comment