● કૃષ્ણગાન-1 ● ઇલિયાસ શેખ
મારી જિહવા પર સ્વાદિલો ચટકો,
હરિ, મધમીઠી આંબલીનો કટકો.
હરિ, મોંમાં ધરું’ને મારાં અંબાતા દાંત,
પછી ગોકુળ-નિવાસ લગ લંબાતા તાંત.
હું તો જીજી આજીજી કરી થાકી,
હરિ, આંખ્યુંને આણી પા મટકો.
હરિ, મધમીઠી આંબલીનો કટકો.
વહે ઇલિયાજી બંસરીનાં સૂરમાં,
મીરાં પામી ગિરિવરને નુપૂરમાં.
તો પગમાં પાજેબ ધરી, મીરાંને સંગ વહી,
ઉઠને દો અપને ઘુંઘટકો.
હરિ, મધમીઠી આંબલીનો કટકો.
●●●
|
No comments:
Post a Comment