● ગઝલ - 1 ● ઇલિયાસ શેખ |
પુષ્પ લૈ મળતો થયો છે પ્યારથી,
છેવટે થાકી ગયો હથિયારથી.
તેજનું ઝરણું વહે ભીતર સુધી,
ભીંત આ પોલી પડી છે જ્યારથી.
નાળચા બંદૂકનાં ઝુકી ગયા,
શ્વેત પંખીનાં તિલસ્મિ ભારથી.
આંગળી વાઢી પછી મૂંગા થયા,
સૂર છેડી ના શકાયા તારથી.
રોજ સુરજ આથમી પાછો ઉગે,
તું અકારણ દોસ્ત ડરતો હારથી.
દૂર આશાનું કિરણ જો ઝગમગે,
નાવ પાછી વાળ મા
મઝધારથી.
|
●●●
|
No comments:
Post a Comment