●
બાપૂજી ● ઇલિયાસ શેખ
સીધી લીટીનું એકધારું,
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ થયાં છે.
આરામ ખુરશીમાં બેઠા-બેઠા જ
એ પગ લંબાવી શકે અતળ પાતાળમાં,
'ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં,
એટલાં સમૃદ્ધ થયાં છે.
એ પગ લંબાવી શકે અતળ પાતાળમાં,
'ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં,
એટલાં સમૃદ્ધ થયાં છે.
હમણાં જ કપાવેલાં
રેશમી - સફેદ વાળ,
ચમકી ઉઠ્યા છે સવારનાં તડકામાં.
રેશમી - સફેદ વાળ,
ચમકી ઉઠ્યા છે સવારનાં તડકામાં.
સુઘડ, કાળજીપૂર્વક માવજત પામેલ
બાલ-દાઢીમાં
બાપૂજીનો ચહેરો ખીલી ઉઠે છે
તાજી મહેંદીના રંગ સમો.
રાતી - તપખીરી
ઇસ્લામી દાઢીને પસવારતાં બાપૂજી,
હવે મથતાં નથી,
ગીતા-કુરાન પરનાં ભાષ્યોને ઉકેલવાં.
ઇસ્લામી દાઢીને પસવારતાં બાપૂજી,
હવે મથતાં નથી,
ગીતા-કુરાન પરનાં ભાષ્યોને ઉકેલવાં.
આઠ-આઠ દાયકાઓથી પ્રત્યેક શ્વાસે,
લીધા - છોડ્યા કરી છે,
લોબાન - ગુગળની જુગલગંધને.
લીધા - છોડ્યા કરી છે,
લોબાન - ગુગળની જુગલગંધને.
ફેફસા
છલોછલ ભરીને,
હોજરી
ખાલીખમ્મ કરીને,
બાપૂજી પ્રબુદ્ધ થયાં છે.
છલોછલ ભરીને,
હોજરી
ખાલીખમ્મ કરીને,
બાપૂજી પ્રબુદ્ધ થયાં છે.
બાપૂજીની ઘેરી
લીલી ઝાંયવાળી આંખ, તાક્યા કરે છે ટગર-ટગર અમારાં અજાણ્યા ચહેરાઓ.
ગંગાજળથી વજૂ કરીને
બાપૂજી પરિશુદ્ધ થયાં છે.
બાંગ: મુલ્લાની હો
કે કુકડાની
નાદ: ઝાલરનો હો કે નોબતનો. બાપૂજીને કોઇ ફરક પડતો નથી.
એમની ચેતનાનો ચેતસ
ઓળંગી ગયો છે હવે, મંદિરની ધજાઓ, મસ્જીદનાં મિનારાઓ.
વિસ્મરણ.
યોગ છે કે રોગ ?
શાપ છે કે વરદાન ?
એ જે હોય તે.
વિના ગૃહત્યાગ કે
પરાક્રમ,
વિના ભ્રમણ કે અતિક્રમણ, સહજ આદરે મહાભિનિષ્ક્રમણ.
એક ઇંચ ખસ્યા વગર,
બાપૂજી બુદ્ધ થયાં છે.
સીધી લીટીનું
એકધારું
સમતોલ જીવીને,
બાપૂજી હવે વૃદ્ધ
થયાં છે.
●●●
|
Wonderful Poem!
ReplyDeleteLucky Club Casino Sites 2021 | Play Online Slots For Real Money
ReplyDeleteLucky Club is the best site to play on an authentic Las Vegas gambling platform. We luckyclub offer a variety of casino games, including slots, table games,