● લોકઢાળમાં એક વાંઝણીની વેદના ● ઇલિયાસ શેખ
મારાં ઉંબરિયે બેઠો છે એરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.
વળી ટાણું થયું છે કાળુંઘેરું, કે ઉંબરો હું નહીં રે વળોટું.
એક દાણ ઉંબરો મેં જેવો વળોટ્યો કે, સાસુએ વેણ ભૂંડા કીધા.
કે ઓસરીમાં પગ મારા પાણો થઇ ગ્યા,’ને મેં તો ધગધગતા લાવાને પીધા.
મારી ઓસરીએ બેઠી ચુડેલું, કે ઓસરી હું નહીં રે વળોટું.
વળી બેડું મારું છે ફૂટેલું, કે ઓસરી હું નહીં રે વળોટું.
એક દાણ ઓસરીમે મેં જેવી વળોટી કે, ફળિયામાં સસરાએ તાકી.
કમખાની આરપાર ભૂરકી ભરીને, મને લજવીને ઠામ મારી નાખી.
મારા ફળિયે છે અજગરનો ભેરું, કે ફળિયું હું નહીં રે વળોટું.
વળી પહેરણ છે જર્જર – ઝીણેરું, કે ફળિયું હું નહીં રે વળોટું.
એક દાણ ફળિયું મેં જેવું વળોટ્યુ કે, જેઠજીએ લીધી’તી ઝાલી.
પગે પડીને હું તો કગરી લગાટ તોય, મારી એકેય આજીજી ના ચાલી.
મારાં ફળીયામાં ડંખીલો વીંછી, કે ફળિયું હું નહીં રે વળોટું.
હું તો કોરીધાકોર બુઠ્ઠી પીંછી, કે ફળિયું હું નહીં રે વળોટું.
એક દાણ ખડકીની બા’ર જરા ઝાંકી ત્યાં દિયરે આંખ મને મારી.
પછી કેડેથી ઝકડીને ખંચી ગમાણમાં, સોંસરવી ફાચર દે મારી.
મારી ખડકીએ લંપટ એવો છોરું, કે ખડકી હું નહીં રે વળોટું.
આભ વરસે’ને તોય અહી કોરું, કે ખડકી હું નહીં રે વળોટું.
પેલ્લી વેલ્લુકી હું તો ઢોલિયે ચડીને, ભાળી પૈણાની ઢીલીઢફ્ફ મુછો.
આંસુ સારુ કે હવે માથું કુટુ, શું કરવું એ કોઈ ના પૂછો.
મારાં ઢોલીયાની પાંગતને વાંઝણીનો શાપ, કે ઢોલિયે હું નહીં રે પોઢું રે.
મારાં ચૂડલાને લાગ્યો છે જીવતરનો થાક, કે ચૂડલો હું નહીં રે ઓઢું રે.

●●●

જોરદાર!! ખરેખર છાતી પર એરુનો ભાર વરતાયો!!
ReplyDeleteજોરદાર!! ખરેખર છાતી પર એરુનો ભાર વરતાયો!!
ReplyDelete