Saturday, July 20, 2013

An Erotic Gazal by iliyas shaikh

ગઝલ ઇલિયાસ શેખ

ટેંરવા હમણાં ઝબોળું, ત્યાં હાથ થૈ જાતા પવન,
રેશમી-મલમલ, સરકતાં જળ સમું તારું બદન.

નિલરંગી નભ તળે, તું ફરફરાવે ઓઢણી,
સપ્તરંગી પાલખીમાં હું ભમું ચારે ભુવન.

ઓ તરફનાં ઘાટ પર તું ઉતરે સાથળ લગી,
આ તરફ ડુબકી લગાવી, હું કરું તૃષા શમન.

ચાંદ-સુરજ દે ધરી, તું ઓથ પાલવનો કરી,
ગાઢ નિંદ્રામાં સરી હું કરું અવિરત ચવન.

હસ્તરેખાની લગોલગ, તું મૂકે મહેંદી પછી,
રક્ત્ત સાથે નામ તારું નિત કરે નખશિખ વહન.
 ●●●

No comments:

Post a Comment