Monday, July 22, 2013

A Lady with a Boat

ગઝલ ઇલિયાસ શેખ 

નિતનવાં તર્કો થતાં ભીતર તળાવમાં,
નીકળે રેશમ ઝબોળી, કોણ નાવમાં.

ઓઢણી સરકી જરા પાગલ પવનનાં જોરથી,
ટેંરવે હલચલ મચી, સાદા બનાવમાં.

તું ય ભરવરસાદમાં ત્યાં એકલો પડે,
એ તને પણ તમતમે રૂઝેલ ઘાવમાં.

કોઈ તો પથ્થર સમજ કે કોતરો મને”
છેવટે એવું કહે: શિલ્પી તનાવમાં.

રાત છે માદ્દ્ક મજાની, આવ જલપરી,
સાત તળ લગ છેડશું, પખવાજ વાવમાં.
                             

2 comments: